ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 16, 2025 7:36 પી એમ(PM)

printer

દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

દેશભરમાં આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉજવાઇ રહી છે 
ગુજરાતમાં, ભગવાન કૃષ્ણના જન્મ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે, આજે સૌથી આદરણીય દ્વારકાધીશ મંદિર, ડાકોર અને શામળાજી મંદિરો સહિત તમામ શ્રીકૃષ્ણ મંદિરોમાં ધાર્મિક ઉત્સાહ અને ઊંડી ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. 
ઉત્તર પ્રદેશમાં, ભગવાન કૃષ્ણની જન્મજયંતિ પર મથુરા અને વૃંદાવનનીશેરીઓ ભક્તોથી ભરેલી છે. “કૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના સભ્ય, ગોપેશ્વર નાથ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે જન્મોત્સવ કાર્યક્રમ રાત્રે 11 વાગ્યે શરૂ થશે અને પ્રકટ્યોત્સવ મધ્યરાત્રિ 12 વાગ્યે યોજાશે. મંદિર દર્શન માટે સવારે 2 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.”
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ બપોરે મથુરા પહોંચ્યા અને શ્રી કૃષ્ણ જન્મભૂમિમંદિરમાં પ્રાર્થના કરી  દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદ સહિત NCRમાં મંદિરોને શણગારવામાં આવ્યા છે. મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ઇસ્કોન મંદિરોમાં ઉજવણી માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે કૈલાશના પૂર્વમાં આવેલા ઇસ્કોન મંદિરમાં પ્રાર્થના કરી હતી.