ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 16, 2025 9:04 એ એમ (AM)

printer

દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં પહોંચી રહ્યા છે.
ઉત્તરપ્રદેશના મથુરા અને વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિર, પ્રેમ મંદિર અને ઇસ્કોન મંદિર સહિત તમામ મંદિરોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવતા પોતાના સંદેશમાં આ પર્વને આનંદ અને ઉત્સાહનો તહેવાર ગણાવી કહ્યું કે ભગવાન કૃષ્ણનું જીવન અને સંદેશ આત્મવિકાસ અને આત્મસાક્ષાત્કારને પ્રેરણા આપે છે. તેમણે ભગવાન કૃષ્ણના ઉપદેશોનું પાલન કરવા અને સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવા અનુરોધ કર્યો.