ડિસેમ્બર 16, 2025 9:02 એ એમ (AM)

printer

દેશભરમાં આજે વિજય દિવસની ઉજવણી

૧૯૭૧ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતની જીતની યાદમાં આજે દેશભરમાં વિજય દિવસની ઉજવણી કરાશે. દર વર્ષે 16મી ડિસેમ્બરે, રાષ્ટ્ર સેવા બહાદુરોના બલિદાનને યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે.૧૯૭૧માં આ દિવસે પાકિસ્તાની સેનાના વડા જનરલ એ.એ. ખાન નિયાઝીએ ૯૩ હજાર સૈનિકો સાથે ભારતીય સેના અને મુક્તિ બહિની સહિત સાથી દળો સમક્ષ બિનશરતી આત્મસમર્પણ કર્યું હતું. યુદ્ધના અંતમાં પૂર્વ પાકિસ્તાનનું બાંગ્લાદેશમાં વિભાજન થયું હતું અને બાંગ્લાદેશ એક સ્વતંત્ર દેશ બન્યો હતો.