પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ”ની 150મી વર્ષગાંઠ નિમિત્તે એક વર્ષ લાંબા સ્મારક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. તેઓ આ પ્રસંગે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આ દિવસ દરેક ભારતીય માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. તેમણે વંદે માતરમને એક પ્રેરણાદાયક આહવાન તરીકે વર્ણવ્યું જેણે પેઢીઓને પ્રેરણા આપી છે અને દેશભરમાં દેશભક્તિની સ્થાયી ભાવના જાગૃત કરી છે.આ કાર્યક્રમમાં જાહેર સ્થળોએ “વંદે માતરમ”ના સંપૂર્ણ સંસ્કરણનું સમૂહ ગાન થશે, જેમાં સમાજના તમામ વર્ગો ઉત્સાહપૂર્વક ભાગ લેશે. વંદે માતરમ સાત નવેમ્બર, 1875ના રોજ બંકિમ ચંદ્ર ચેટર્જી દ્વારા રચવામાં આવ્યું હતું. સૌપ્રથમ સાહિત્યિક મેગેઝિન બંગદર્શનમાં તેમની નવલકથા આનંદમઠના ભાગ રૂપે પ્રકાશિત થયું હતું. માતૃભૂમિને શક્તિ, સમૃદ્ધિ અને દિવ્યતાના પ્રતીક તરીકે બોલાવતા, આ ગીત ભારતની એકતા અને રાષ્ટ્રીય ગૌરવનું સ્થાયી પ્રતીક છે.
Site Admin | નવેમ્બર 7, 2025 7:36 એ એમ (AM)
દેશભરમાં આજે રાષ્ટ્રગીત “વંદે માતરમ્”ના 150 વર્ષની ભવ્ય ઉજવણી -પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં એક વર્ષ લાંબા સ્મારક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે