દેશભરમાં આજે મહાન મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજની આજે 395મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. આજના જ દિવસે વર્ષ 1630ના રોજ મહારાષ્ટ્રમાં પુણે જિલ્લાના શિવનેરી કિલ્લામાં જન્મેલા છત્રપતિ શિવાજી મહારાજે મરાઠા સામ્રાજ્યનો પાયો નાંખ્યો હતો. તેમ જ મુઘલ શાસનને પડકાર આપ્યો હતો. તેમને તેમના પ્રગતિશીલ નેતૃત્વ, સૈન્ય કુશળતા, બહાદુરી, બુદ્ધિમત્તા અને સ્વરાજ્ય
માટે ઓળખવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 2:28 પી એમ(PM)
દેશભરમાં આજે મહાન મરાઠા યોદ્ધા રાજા છત્રપતિ શિવાજી મહારાજની આજે 395મી જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે