દેશભરમાં આજે ભાઈ-બહેનના પાવન પ્રેમના તહેવાર ભાઈબીજની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાઈબીજને ભાઈ ફોટા, ભાઉબીજ, ભાઈ ટીકા અને યમ દ્વિતીયા પણ કહેવાય છે. આ દિવસે બહેનો ભાઈના માથે તિલક લગાવી તેમનાં લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. તેના બદલામાં ભાઈ તેમની સલામતી અને સંભાળનો સંકલ્પ લે છે.
દેવભૂમિદ્વારકા જિલ્લામાં પણ ભાઈબીજના પાવન અવસરે આજે ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો. દેશ અને વિદેશમાંથી ભક્તો શ્રી દ્વારકાધીશના દર્શન કરવા તથા ગોમતી સ્નાન કરવા દ્વારકા પહોંચ્યા હતા. આજના દિવસે ગોમતી નદીમાં સ્નાન કરવાનું વિશેષ ધાર્મિક મહત્વ છે.
કૅબિનેટ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સહપરિવાર સાથે દર્શન અને ધ્વજાપૂજા કરી હતી.
પંચમહાલ જિલ્લામાં દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી બાદ બેસતા વર્ષની પણ હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં બેસતા વર્ષના દિવસે ‘ઝાંપા માંડવા’ની અનોખી પરંપરા જોવા મળી હતી.
શહેરા પાસે આવેલા પાલીખંડાના મરુડેશ્વર મહાદેવ ખાતે પણ લોકોએ નવા વર્ષ નિમિત્તે દર્શન કર્યા હતા. સ્નેહીજનો અને મિત્રો પણ એકબીજાના ઘરે જઈને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી
Site Admin | ઓક્ટોબર 23, 2025 2:33 પી એમ(PM)
દેશભરમાં આજે ભાઈ-બહેનના પાવન પ્રેમના તહેવાર ભાઈબીજની ઉજવણી