ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 23, 2025 9:49 એ એમ (AM)

printer

દેશભરમાં આજે ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી

દેશભરમાં આજે ભાઈબીજની પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ભાઈબહેનના પ્રેમ અને પવિત્ર બંધનના પ્રતિક સમી ભાઈબીજને યમ દ્વિતીયા, ભૌબીજ, ભાઈ ટીકા પણ કહેવાય છે.આ દિવસે, બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક કરી તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. બદલામાં, ભાઈઓ બહેનની રક્ષા અને સંભાળ રાખવાનું વચન આપે છે.
મણિપુરમાં આજે નિંગોલ ચકોબા તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ તહેવાર પરિણીત મહિલાઓ અને તેમના ભાઈઓ તથા પિતૃ પરિવારો વચ્ચેના સ્નેહના બંધનને મજબૂત બનાવે છે.. પરંપરાગત પોશાક પહેરેલી પરિણીત મહિલાઓ વહેલી સવારે તેમના બાળકો સાથે ફળો અને શાકભાજી લઈને તેમના માતાપિતાના ઘરે જાય છે. ત્યાં, તેમના ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યો તેમનું સ્વાગત કરે છે અને સંયુક્ત ભોજન પછી, તેમને ભેટો આપીને વિદાય આપે છે.