આજે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. પાંચ હજાર વર્ષ પૂર્વે આજના દિવસે ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના યુદ્ધભૂમિ પર અર્જુનને ભગવદ્ ગીતાના ઉપદેશો આપ્યા હતા. ગીતા જયંતિએ ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા સાર્વત્રિક જ્ઞાનની યાદ અપાવે છે, જે લાખો લોકોને તેમના આધ્યાત્મિક અને રોજિંદા જીવનમાં માર્ગદર્શન આપે છે.ગઈકાલે આકાશવાણી પરના મન કી બાત કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવદ્ ગીતામાં વધતી જતી વૈશ્વિક રુચિવિષે વાત કરી હતી. તાજેતરમાં હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં શ્રી મોદીએ ભાગ લીધો હતો.
Site Admin | ડિસેમ્બર 1, 2025 9:00 એ એમ (AM)
દેશભરમાં આજે ગીતા જયંતીની ઉજવણી