ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 17, 2024 2:40 પી એમ(PM) | અષાઢી એકાદશી

printer

દેશભરમાં આજે અષાઢી એકાદશી ઉજવવામાં આવી રહી છે

દેશભરમાં આજે અષાઢી એકાદશી ઉજવવામાં આવી રહી છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.એક સોશિયલ મીડિયા પોસ્ટમાં,મોદીએ આશા વ્યક્ત કરી કે ભગવાન વિઠ્ઠલના આશીર્વાદ હંમેશા દરેક પર રહેશે. તેમણે આશા વ્યક્ત કરી કે આ પ્રસંગ લોકોને નિષ્ઠા, નમ્રતા અને કરુણાથી ગરીબ લોકોની સેવા કરવા માટે પ્રેરણા આપશે.આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પરિવાર સાથે પંઢરપુરના વિઠ્ઠલ રખુમાઈ મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂર્જા અર્ચના કરી. શિંદે પૂજા કર્યા બાદ જણાવ્યું કે, તેમણે રાજ્યનાં લોકોની સમસ્યા દૂર કરવા અને તેમને સમૃધ્ધ કરવા પાંડુરંગાને પ્રાર્થના કરી હતી.