સપ્ટેમ્બર 22, 2025 1:42 પી એમ(PM)

printer

દેશભરમાં આજથી નવરાત્રી પર્વનો આરંભ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી

દેશભરમાં આજથી નવરાત્રી પર્વનો આરંભ થયો છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ આશા વ્યક્ત કરી હતી કે હિંમત, સંયમ અને નિશ્ચયની ભક્તિથી ભરેલો આ પવિત્ર તહેવાર દરેકના જીવનમાં નવી શક્તિ અને નવો વિશ્વાસ લાવશે.
તેમણે કહ્યું કે, આજે નવરાત્રીમાં મા શૈલપુત્રીની પૂજાનો દિવસ છે. શ્રી મોદીએ કામના કરી હતી કે માતા દેવીના પ્રેમ અને આશીર્વાદથી, દરેકનું જીવન સૌભાગ્ય અને સ્વાસ્થ્યથી ભરેલું રહે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, નવરાત્રીનો આ શુભ અવસર આ વખતે ખૂબ જ ખાસ છે. તેમણે કહ્યું કે, GST બચત ઉત્સવની સાથે, સ્વદેશીનો મંત્ર આ સમય દરમિયાન નવી ઉર્જા પ્રાપ્ત કરશે. તેમણે વિકસિત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને પ્રાપ્ત કરવા માટે દરેકને સામૂહિક પ્રયાસોમાં જોડાવા હાકલ કરી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.