ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જુલાઇ 1, 2024 3:19 પી એમ(PM) | ફોજદારી કાયદા

printer

ત્રણ નવા ફોજદારી કાયદાઓનો આજથી દેશભરમાં અમલ

દેશભરમાં આજથી ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવી ગયા છે. આ પૂર્વે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે નિયમિત બેઠકો યોજી હતી અને તેઓ આ ત્રણેય નવા કાયદા લાગુ કરવા માટે ટેકનોલૉજી, ક્ષમતા નિર્માણ અને જાગૃતિ વધારવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
આ મામલે પોલીસ અને તપાસ અધિકારીઓને તાલીમ આપવામાં આવી છે. આકાશવાણી અને દૂરદર્શનના સમાચાર બૂલેટિન, કાર્યક્રમો, ચર્ચાઓ અને સામાજિક માધ્યમના પ્લેટફૉર્મની મદદથી આ વિષય અંગે ઊંડાણપૂર્વક ચર્ચાઓ તેમ જ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જનજાગૃતિ અભિયાન, સંવાદ કાર્યક્રમ, માહિતીપ્રદ વેબસાઈટ્સ અને મંત્રીસ્તરના વેબિનારનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.