આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશભરમાં 30 વર્ષ અને તેથી વધુ ઉંમરની 10 કરોડ 18 લાખથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરીને મહિલા સ્વાસ્થ્યમાં એક મોટું સીમાચિહ્ન હાંસલ કર્યુ છે. આ સિદ્ધિ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા અમલમાં મુકવામાં આવી રહેલી બિન-ચેપી રોગો ની સ્ક્રીનીંગ, નિવારણ અને વ્યવસ્થાપન માટેની વસ્તી-આધારિત પહેલનો એક ભાગ છે.
આ પહેલ 30થી 65 વર્ષની મહિલાઓને લક્ષ્ય બનાવે છે, જેમાં મુખ્યત્વે AAM હેઠળ પેટા-આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં એસિટિક એસિડ (VIA) સાથે દ્રશ્ય નિરીક્ષણનો ઉપયોગ કરીને પ્રશિક્ષિત આરોગ્ય કાર્યકરો દ્વારા સ્ક્રીનીંગ કરવામાં આવે છે. VIA-પોઝિટિવ કેસોને વધુ નિદાન મૂલ્યાંકન માટે ઉચ્ચ કેન્દ્રોમાં રીફર કરવામાં આવે છે.
Site Admin | જુલાઇ 26, 2025 1:58 પી એમ(PM)
દેશભરની 10 કરોડથી વધુ મહિલાઓનું સર્વાઇકલ કેન્સર માટે સ્ક્રીનીંગ કરાયું
