અમદાવાદના કુબેરનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવશે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.પ્રભારી મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં ગઇકાલે રાજકોટમાં ‘તિરંગા યાત્રા’ યોજાઈ. રેસકોર્સથી શરૂ થયેલી આ યાત્રામાં હજ્જારો લોકોએ તિરંગા સાથે જોડાઈને રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.મહેસાણામાં પોલીસ પરેડ મેદાન ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારીમંત્રી જગદીશ વિશ્વકર્મા જોડાયા.સુરેન્દ્રનગરમાં “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને સર્જનાત્મકતા અને દેશભક્તિની ભાવના દર્શાવવાની તક આપવાના હેતુથી ચિત્ર સ્પર્ધા, દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવ વિશે વિચારો વ્યક્ત કરવા વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ હતી.
Site Admin | ઓગસ્ટ 13, 2025 9:52 એ એમ (AM)
દેશભક્તિના રંગે રંગાયું ગુજરાત- મુખ્યમંત્રી આજે અમદાવાદમાં તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવશે