જાન્યુઆરી 13, 2026 9:07 એ એમ (AM)

printer

દેશનો પ્રત્યક્ષ કર આવક 11 જાન્યુઆરી સુધીમાં 8.82 ટકા વધીને 18 લાખ 38 હજાર કરોડથી વધુ થઈ

દેશનો પ્રત્યક્ષ કર આવક 11 જાન્યુઆરી સુધીમાં 8.82 ટકા વધીને 18 લાખ 38 હજાર કરોડથી વધુ થઈ છે. આ વધારો 8 લાખ 63 હજાર કરોડની કોર્પોરેટ કર આવક અને વ્યક્તિગત કરદાતાઓના મજબૂત યોગદાનને કારણે થયો છે.આ જ સમયગાળા દરમિયાન કર રિફંડમાં 17 ટકાનો ઘટાડો થયો છે, જેના કારણે કુલ કર વસૂલાતમાં વધારો થયો છે. એકંદરે કુલ પ્રત્યક્ષ કર વસૂલાતમાં 4.14 ટકાનો વધારો થયો છે, જે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીની સકારાત્મક વૃદ્ધિ દર્શાવે છે. સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે પાછલા વર્ષની સરખામણીમાં પ્રત્યક્ષ કર વસૂલાતમાં 12.7 ટકાનો વધારો થવાનો અંદાજ મૂક્યો છે. સરકારે નાણાકીય વર્ષ 2026માં સિક્યોરિટીઝ વ્યવહારો પરના કરમાંથી 78 હજાર કરોડનો લક્ષ્યાંક પણ રાખ્યો છે.