માર્ચ 24, 2025 6:16 પી એમ(PM)

printer

દેશનો કુલ જંગલ અને વૃક્ષ આવરણ આઠ લાખ 27 હજાર ચોરસકિલોમીટરથી વધુ છે

દેશનો કુલ જંગલ અને વૃક્ષ આવરણ આઠ લાખ 27 હજાર ચોરસકિલોમીટરથી વધુ છે જે દેશના ભૌગોલિક વિસ્તારના 25 ટકાથી વધુ છે. આજે લોકસભામાં એક જવાબમાં, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું, વર્તમાન મૂલ્યાંકન 2021ના છેલ્લા મૂલ્યાંકનની તુલનામાં જંગલઅને વૃક્ષ આવરણમાં એક હજાર 445 ચોરસ કિલોમીટરથી વધુનો વધારો દર્શાવે છે. તેમણે જણાવ્યુંકે, મંત્રાલય દેશમાં જંગલોના રક્ષણ, સંરક્ષણ અનેવ્યવસ્થાપન માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તકનિકી અને નાણાકીય સહાય પૂરીપાડે છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.