દેશનું વિદેશી અનામત ભંડોળ લગભગ 4.5 અબજ ડોલર વધીને 702 અબળ ડોલરથી વધુ થયુ છે.
રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, ગયા અઠવાડિયા દરમિયાન સોનાનું ભંડોળ પણ લગભગ 6.2 અબજ ડોલર વધીને 108 અબજ ડોલરથી વધુ થયુ છે. દરમિયાન, વિદેશી ચલણ સંપત્તિ 1.7 અબજ ડોલર ઘટીને 570 અબજ ડોલર થઈ ગઈ છે. આ જ સમયગાળા દરમિયાન, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળમાં ભારતીય કેન્દ્રીય બેંકનું હોલ્ડિંગ 30 કરોડ ડોલર ઘટીને 4.62 અબજ ડોલર થયું છે.
Site Admin | ઓક્ટોબર 25, 2025 7:40 એ એમ (AM)
દેશનું વિદેશી અનામત ભંડોળ લગભગ 4.5 અબજ ડોલર વધીને 702 અબળ ડોલરથી વધુ થયુ છે.