ભારતનું માળખાકીય ઉત્પાદન નવેમ્બરમાં ચાર મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે, જેનું દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં યોગદાન અંદાજે 40 ટકા જેટલું છે. નવેમ્બર દરમિયાન આઠ મુખ્ય ક્ષેત્રોમાંથી છ ક્ષેત્રમાં વૃદ્ધિના કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. સિમેન્ટ, કોલસો, વીજળી, રિફાઈનરી, ચીજવસ્તુઓ અને ખાતરના ઉત્પાદનમાં સકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે.
વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયના આંકડાઓ મુજબ, નવેમ્બરમાં આઠ મુખ્ય ઉદ્યોગોનો સૂચકાંક 4.3 ટકા વધ્યો છે. આ ઑક્ટોબરની સરખામણીએ 3.7 ટકા વધુ છે. સપ્ટેમ્બરમાં 2.4 ટકાની વૃદ્ધિ અને ઑગસ્ટમાં 1.5 ટકાની સરખામણીએ આ મહત્વનો સુધારો છે. જ્યારે કોલસાનું ઉત્પાદન 7.5 ટકા, પેટ્રોલિયમ રિફાઈનરી ઉત્પાદન 2.9 ટકા, ખાતર 2 ટકા, સ્ટીલનું 4.8 ટકા અને સિમેન્ટનું ઉત્પાદન 13 ટકા વધ્યું છે. ઉપરાંત વિજળી ઉત્પાદન 3.8 ટકા વધ્યું છે.
Site Admin | જાન્યુઆરી 1, 2025 2:17 પી એમ(PM) | વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય
દેશનું માળખાકીય ઉત્પાદન નવેમ્બર મહિનામાં ઉચ્ચ સ્તરે પહોંચ્યું
