ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 21, 2025 8:10 પી એમ(PM) | અવકાશ અર્થતંત્ર

printer

દેશનું અવકાશ અર્થતંત્ર એક દશકમાં આઠ અબજ ડોલરથી વધીને ૪૪ અબજ ડોલર સુધી પહોંચે તેવી કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આશા વ્યક્ત કરી

કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે દેશનું અવકાશ અર્થતંત્ર આઠ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે અને આગામી દાયકામાં તે ૪૪ અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. એક ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં ડૉ. સિંહે કહ્યું કે સ્વદેશી ગગનયાન મિશન, ૨૦૨૭માં આગામી ચંદ્રયાન-૪ મિશન, ૨૦૨૮માં શુક્રયાન મિશન અને ૨૦૩૦માં ભારતીય અવકાશ મથક જેવા સીમાચિહ્નો દેશની મજબૂત પ્રગતિ દર્શાવે છે.મંત્રીએ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે સ્ટાર્ટઅપ્સ અને વિદેશી સીધા રોકાણની પણ પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે SPADEX જેવા મિશન ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિમાં છલાંગ લગાવી રહ્યા છે.