કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ નજીક સાણંદમાં સીજી પાવરના પ્રથમ સેમિકન્ડક્ટર આઉટસોર્સડ અસેમ્બિલી અને ટેસ્ટિંગ ફેસિલિટીના પાયલોટ પ્લાન્ટનો શુભારંભ કર્યો.
આ પ્રસંગે સંબોધન કરતા શ્રી વૈષ્ણવે આ પાયલોટ પ્રોજેક્ટને ભારતના સેમી કન્ડક્ટર ઉદ્યોગ માટે સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે વર્ષ 2032 સુધીમાં સેમી કંડકટર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ઊભી થનારી માનવ સંસાધનની જરૂરિયાતને ધ્યાનમાં લઈ ભારત સરકારે કુશળ માનવ સંસાધનના નિર્માણ માટે 270 યુનિવર્સિટીને ચિપ નિર્માણ માટેના અત્યાધુનિક સાધન પૂરા પાડ્યા છે.
આ પ્રસંગે સંબોધન કરતાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સેમી કંડકટર ક્ષેત્રે ભારતની પ્રગતિ આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારતના નિર્માણમાં ગતિ આપશે. સેમી કંડકટર નીતિ ઘડનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય હોવાનું જણાવતા તેમણે કહ્યું કે, દેશમાં સૌથી વધુ 4 સેમી કંડકટર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે સાણંદ જીઆઈડીસી પરિસરમાં સેમી ગુજરાત ખાતે બે સુવિધાઓ વિકસાવવા 7 હજાર 600 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થશે. આજે શરૂ થયેલી સુવિધામાં દરરોજ વધુમાં વધુ પાંચ લાખ ચિપ્સ પર એસેમ્બલી, ટેસ્ટિંગ જેવી કામગીરી કરાશે.
Site Admin | ઓગસ્ટ 28, 2025 7:17 પી એમ(PM)
દેશની સૌપ્રથમ સેમિકન્ડક્ટર ચિપ વર્ષ 2026 સુધીમાં સાણંદના સીજી પાવરના પ્લાન્ટમાંથી બનશે : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ