દેશની સૌથી મોટી ચોથા તબક્કાની રાષ્ટ્રીય STEM ક્વિઝનો ગાંધીનગર ખાતેથી શુભારંભ થયો. ગુજરાત વિજ્ઞાન અને ટેક્નોલોજી પરિષદ-GUJCOST દ્વારા શરૂ કરાયેલી આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને બે કરોડ સુધીના ઇનામો અપાશે.
આ ઉપરાંત વિજેતાઓને BARC-મુંબઈ, DRDO, SAC-ISRO, NFSU-ગાંધીનગર જેવી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની તેમજ ટોચના 200 વિદ્યાર્થીઓ માટે STEM બુટ કેમ્પમાં ભાગ લેવાની પણ તક મળશે. તેમ GUJCOSTના સલાહકાર અને સભ્ય સચિવ નરોત્તમ સાહુએ જણાવ્યુ હતું.
Site Admin | સપ્ટેમ્બર 20, 2025 10:44 એ એમ (AM)
દેશની સૌથી મોટી ચોથા તબક્કાની રાષ્ટ્રીય STEM ક્વિઝનો ગાંધીનગર ખાતેથી શુભારંભ