નવેમ્બર 1, 2024 8:10 એ એમ (AM) | તહેવાર

printer

દેશની સાથે સાથે રાજ્યભરમાં તહેવારોની ઉજવણીનો ઉત્સાહજનક માહોલ જોવા મળી રહ્યો છે

દેશની સાથે સાથે રાજ્યભરમાં તહેવારોની ઉજવણીનો ઉત્સાહજનક માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ , સુરત સહિતના શહેરો અને ગામડાંઓમાં દિવાળીના તહેવારની ભવ્ય ઉજવણી થઇ રહી છે. પરિવાર સાથે ઉત્સવ મનાવવાના આ મહાપર્વની ઉજવણી અત્યંત આનંદદાયક વાતાવરણમાં થઇ રહી છે. લોકો પોતાના ઘરને દિવડાઓ, આકર્ષક લાઇટ ડેકોરેશન દ્વારા ઝગમગાવી રહ્યાં છે.. નાના બાળકો અને મોટેરાંઓ અને વડિલો પણ ફટાકડા ફોડવાની મજા માણી રહ્યાં છે. મીઠાઇ અને પરંપરાગત નાસ્તાઓની પણ જીયાફત થઇ રહી છે..
દિવાળીની તહેવાર નિમિત્તે મંદિરોમાં વિશેષ પૂજા પણ થઇ રહી છે. જેમાં યાત્રાધામ દ્વારકા, સોમનાથ, પાવાગઢ, અંબાજીમાં વિશેષ શણગાર અને મહાઆરતી કરવામાં આવી હતી. આજે પડતર દિવસ છે જ્યારે આવતીકાલે નવા વર્ષની ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાશે.. મંદિરોમાં વિશેષ પૂજા અને અન્નકૂટ ધરાવવામાં આવશે. આ દિવાળીના તહેવાર નિમિત્તે લોકોએ ફટાકડા,મિઠાઇ, ઘર સજાવટની ચીજવસ્તુઓ, વસ્ત્રોની ખરીદી કરતા બજારમાં પણ છેલ્લી ઘડીની ઘરાકીજોવા મળતા વેપારીઓને પણ સારો વેપાર થયો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.