જાન્યુઆરી 8, 2026 3:33 પી એમ(PM)

printer

દેશની વિવિધ કંપનીઓના કર્મચારીઓ, કાર્યરત હોસ્પિટલોના ભારતીય વ્યાવસાયિક આરોગ્ય મંડળની 76મી રાષ્ટ્રીય પરિષદ ઓક્યુકોનનો જામનગરમાં આરંભ થયો.

દેશની વિવિધ કંપનીઓના કર્મચારીઓ, વિસ્તારના લોકો માટે કાર્યરત હોસ્પિટલોના ભારતીય વ્યાવસાયિક આરોગ્ય મંડળની 76મી રાષ્ટ્રીય પરિષદ ઓક્યુકોનનો જામનગરમાં આરંભ થયો છે. 10 જાન્યુઆરી સુધી યોજાનારી આ પરિષદ દરમિયાન વ્યાવસાયિક આરોગ્ય સુરક્ષા, સુખાકારીનું મંથન, ભાવિ પડકારોનું માર્ગદર્શન અને ભાવિ ઉકેલોનું ઘડતર અંગે ચર્ચા થશે. આ પરિષદમાં 44 મહેમાન વક્તાઓના સત્રો, પાંચ મુખ્ય પ્રવચનપત્રો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તજજ્ઞો દ્વારા 7 માર્ગદર્શન વક્તવ્યો અને 106 સંશોધનપત્રો રજુ થશે. આ અંગે આયોજક ડૉક્ટર રૂપારેલીયાએ વધુ માહિતી આપી.