દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. તે 2014માં 35 ગીગાવોટથી પાંચ ગણી વધીને 197 ગીગાવોટથી વધુ થઈ છે. આમાં મોટા જળવિદ્યુત મથકોમાંથી ઉત્પન્ન થતી વીજળીનો સમાવેશ થાય છે.
નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઉર્જાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક છે. ભારતનો નવીનીકરણીય ઉર્જા વિકાસ દર વિશ્વમાં સૌથી ઝડપી છે.
કેન્દ્રીય નવીનીકરણીય ઉર્જા અમલીકરણ એજન્સીઓએ 5.6 ગીગાવોટ જ્યારે રાજ્ય એજન્સીઓએ આ વર્ષે 3.5 મેગાવોટ વીજળી ખરીદવા માટે ટેન્ડર મંગાવ્યા છે. વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકો આ વર્ષે આશરે 6 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા ઉમેરે તેવી શક્યતા છે.
Site Admin | ઓક્ટોબર 22, 2025 8:14 પી એમ(PM)
દેશની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી જે પાંચ ગણી વધીને 197 ગીગાવોટથી વધુ થઈ.