ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 16, 2024 8:54 એ એમ (AM)

printer

દેશના હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારમાં ભારે દબાણના કારણે આજે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે

દેશના હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારમાં ભારે દબાણના કારણે આજે બિહાર, ઝારખંડ, ઓડિશા અને છત્તીસગઢમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિભાગે જણાવ્યું કે, આ ભારે દબાણ છેલ્લા 6 કલાકમાં પાંચ કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પશ્ચિમ—ઉત્તર—પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આગામી 48 કલાક દરમિયાન આ દબાણ ઝારખંડ અને છત્તીસગઢમાં ઉત્તર-પશ્ચિમ તરફ વધે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, દબાણના કારણે ગઈકાલે ઝારખંડ, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તાર અને ઓડિશામાં ઉત્તરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસ્યો હતો. ઉપરાંત વિભાગે આગામી 6 દિવસ સુધી વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી પણ વ્યક્ત કરી છે.