ઓગસ્ટ 8, 2025 7:53 પી એમ(PM)

printer

દેશના સૌથી સલામત શહેરમાં વડોદરા બીજા ક્રમાંકે

દેશના સૌથી સલામત શહેરમાં વડોદરાનું સ્થાન ટોચ પર રહ્યું છે. નુમ્બેઓ સેફ્ટી ઇન્ડેક્સ બાય સિટી-2025 દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આ અહેવાલમાં દેશના સૌથી સલામત શહેર તરીકે મેંગ્લોર બાદ વડોદરા બીજા, અમદાવાદ ત્રીજા અને સુરત ચોથા ક્રમાંકે છે.
આ અહેવાલમાં પોલીસની હાજરી, ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો, રાત્રે બહાર નીકળવામાં નાગરિકોની નિર્ભયતા, ટ્રાફિક વ્યવસ્થા અને મહિલા સુરક્ષા જેવા માપદંડને આધારે ક્રમાંક અપાયો છે. શહેરના નાગરિકોએ શહેરમાં રહેતા સમયે પોતાને વધુ સલામત અને વિશ્વાસભર્યું અનુભવ્યું છે.