મે 11, 2025 6:07 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં તેમનાનિવાસસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, સેન્યનાં વડાજનરલ અનિલ ચૌહાણ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી,નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી અને વાયુસેનાના વડા એર ચીફમાર્શલ અમર પ્રીત સિંહ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બંને દેશોના લશ્કરી અભિયાનમહાનિદેશકોએ એકબીજા સાથે વાત કર્યા બાદ આ બેઠક યુદ્ધવિરામને  ધ્યાનમાં રાખીને થઈ હતી. બંને દેશોના આ અધિકારીઓઆવતીકાલે ફરી વાત કરી કરશે.