દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે ભુજ ખાતેના મિલેટ્રી સ્ટેશનમાં શસ્ત્રપૂજન સમારોહમાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કર્યું. દશેરા નિમિત્તે આયોજીત આ કાર્યક્રમમાં તેમણે જવાનોને સંબોધન પણ કર્યું. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, જો પાકિસ્તાન સિરક્રીક ક્ષેત્રમાં કોઈ પણ ગતિવિધી કરવાની હિંમત કરશે, તો તેને નિર્ણાયક જવાબ મળશે.
સંરક્ષણમંત્રીએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા કહ્યુ કે ઓપરેશન સિંદૂર દરમિયાન, પાકિસ્તાને લેહથી સિરક્રીક સુધીની ભારતની સંરક્ષણ પ્રણાલીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ સાબીત થયો. જવાબમાં, ભારતીય સેનાએ પાકિસ્તાની હવાઈ સંરક્ષણ પ્રણાલીને સંપૂર્ણપણે ખુલ્લી પાડી દીધી અને ભારતીય સેનાએ વિશ્વને એ સંદેશ પણ આપી દીધો કે તેઓ જ્યારે અને જ્યાં ઇચ્છે ત્યાં પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ ભુજમાં મિલિટરી સ્ટેશનમાં રાવણ દહન કર્યુ હતું અને જવાનો સાથે ભોજન પણ લીધું હતું. ઓપરેશન સિંદૂરમાં ભૂમિકા ભજવનાર જવાનોનું તેમણે સન્માન પણ કર્યું હતું.
આજે સંરક્ષણ મંત્રી લક્કીનાળા ખાતે શસ્ત્ર પૂજન કરી સુરક્ષા કવાયત નિહાળવાના હતા પરંતુ ખરાબ હવામાનના કારણે તેમનો આ કાર્યક્રમ સ્થગિત રહ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 2, 2025 4:02 પી એમ(PM)
દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે ભુજ ખાતેના મિલેટ્રી સ્ટેશનમાં શસ્ત્રપૂજન સમારોહમાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કર્યું.