ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 1, 2025 2:04 પી એમ(PM)

printer

દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના સરહદી વિસ્તાર કચ્છની મુલાકાતે આવશે

દેશના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. બે દિવસનાં રોકાણ દરમિયાન સંરક્ષણમંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને લક્કીનાળાં ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત, શસ્ત્ર પૂજા અને નવીન સુવિધાનાં લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે.
સંરક્ષણ મંત્રી આજે સાંજે 7.30 કલાકે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિ કાર્યક્રમમાં હાજરી આપવા સાથે જવાનો સાથે સંવાદ કરશે. બીજી ઓક્ટોબરે શ્રી સિંહ લક્કીનાળાં મિલિટરી સ્ટેશન ખાતે મલ્ટિ એજન્સી સુરક્ષા કવાયત નિહાળશે સાથે જ શસ્ત્ર પૂજા કરશે. શ્રી સિંહના હસ્તે અહી વિવિધ નવિન સુવિધાનું લોકાર્પણ પણ કરાશે.
ઓપરેશન સિંદૂર બાદ જવાનોના જુસ્સાને બુલંદ કરવા સંરક્ષણ મંત્રી ગત મે માહિનામાં કચ્છ આવ્યા હતા. એ બાદ ચાર માસના ટૂંકાગાળામાં ફરી તેઓ સરહદી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે.