દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે રાજધાની દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજ ફરકાવ્યો હતો. શ્રીમતી ગુપ્તાએ કહ્યું કે દિલ્હી દેશના હૃદયની ધડકન છે અને અહીંની દરેક શેરી, ચોક, ઇમારત અને નદી દિલ્હીના સંઘર્ષ અને હિંમતની સાક્ષી છે.
પુડુચેરીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી એન. રંગાસામીએ જન કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં તેમની સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો.
પશ્ચિમ બંગાળમાં ૭૯મો સ્વતંત્રતા દિવસ ગર્વ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.
તેલંગાણામાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે સંબોધતા, મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ આગામી વર્ષોમાં દેશના પરિવર્તનમાં તેલંગાણા મુખ્ય ભૂમિકા ભજવશે તે સુનિશ્ચિત કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
Site Admin | ઓગસ્ટ 15, 2025 7:47 પી એમ(PM)
દેશના વિવિધ રાજયો સહિત વિદેશમાં ભારતીય દૂતાવાસોએ પણ ઉત્સાહપૂર્વક સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.
