ઓક્ટોબર 1, 2025 8:51 એ એમ (AM)

printer

દેશના વિવિધ ભાગોમાં આજે દુર્ગા નવમીની ઉજવણી

દેશના વિવિધ ભાગોમાં આજે દુર્ગા નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. દુર્ગા નવમી, જેને મહા નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે નવરાત્રી ઉત્સવનો નવમો અને અંતિમ દિવસ છે. ભક્તો આ દિવસે દેવી દુર્ગાના નવમા અને અંતિમ સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા કરે છે. ભક્તો આ દિવસે કન્યા પૂજન કરે છે, દેવી દુર્ગાના આશીર્વાદ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.પશ્ચિમ બંગાળમાં મહાનવમી પૂજા આજે સવારે 5:40 વાગ્યે શરૂ થઈ. સમગ્ર પશ્ચિમ બંગાળમાં પૂજા મંડપોમાં સાંજની આરતી અને અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવશે.