દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનને બિરદાવવા માટે આજે દેશભરમાં ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિછે. આ દિવસને રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નવી દિલ્હીમાં કિસાન ઘાટ ખાતે પૂર્વપ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે શ્રી ધનખડે જણાવ્યુંહતું કે ચૌધરી ચરણસિંહે ખેડૂતો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ચૌધરી ચરણ સિંહને શ્રદ્ધાંજલિઆપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ અમારું સૌભાગ્ય છે કે અમને ચૌધરી સાહેબને ભારતરત્નથી સન્માનિત કરવાની તક મળી.
Site Admin | ડિસેમ્બર 23, 2024 7:13 પી એમ(PM)
દેશના વિકાસમાં ખેડૂતોના યોગદાનને બિરદાવવા માટે આજે દેશભરમાં ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે