ઓક્ટોબર 12, 2025 7:47 પી એમ(PM)

printer

દેશના મુખ્ય ન્યાયમુર્તિ જસ્ટિસ બી આર ગવઈએ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી ન્યાય પહોંચાડવા પર ભાર મૂક્યો.

મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ ભૂષણ ગવઈએ સમાજના છેલ્લા વ્યક્તિ સુધી ન્યાય પહોંચાડવા પર ભાર મૂક્યો. મહારાષ્ટ્રના રત્નાગિરીમાં અદાલતના નવા ભવનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં તેમણે ભાર મૂક્યો કે ન્યાય સુલભ, કાર્યક્ષમ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્ધારિત સિદ્ધાંતો અનુસાર હોવો જોઈએ.
શ્રી ગવઇએ ન્યાયતંત્રના પાયાને મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા બદલ પ્રશંસા કરી. તેમણે જણાવ્યુ અદાલતના નવા ભવનના નિર્માણથી પાયાના સ્તરે ન્યાયની પહોંચ સુનિશ્ચિત થશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.