જાન્યુઆરી 21, 2026 1:34 પી એમ(PM)

printer

દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે કહ્યું કે, બૂથ લેવલ અધિકારીઓ દેશમાં ચૂંટણી માટેનો આધારસ્તંભ

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે બૂથ લેવલ અધિકારીઓ દેશમાં ચૂંટણી માટે પાયાનો આધારસ્તંભ છે. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ 2026 ને સંબોધતા શ્રી કુમારે કહ્યું કે, ભારત લોકશાહીની જનેતા છે અને લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક લાયક મતદારનો સમાવેશ કરીને પારદર્શક મતદાર યાદી જરૂરી છે.
ત્રણ દિવસીય પરિષદમાં વિશ્વભરના 70 થી વધુ દેશોનું પ્રતિનિધિત્વ કરતા લગભગ એકસો આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ આ પરિષદમાં ભાગ લઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સંગઠનો, ભારતમાં સ્થિત વિદેશી મિશનના પ્રતિનિધિઓ, તેમજ શૈક્ષણિક વિદ્વાનો અને ચૂંટણી વ્યવસ્થાપનના ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતો પણ આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.
આ પરિષદ દરમિયાન, કમિશન વિવિધ ચૂંટણી વ્યવસ્થાપન સંસ્થાઓ (EMBs) સાથે 40 થી વધુ દ્વિપક્ષીય બેઠકો યોજશે જેથી વૈશ્વિક સ્તરે સામનો કરી રહેલા સહિયારા ચૂંટણી પડકારો પર સંવાદ અને સહયોગને વધુ સુદ્રઢ બનાવી શકાય.