ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

માર્ચ 31, 2025 6:24 પી એમ(PM) | ભૂકંપ

printer

દેશના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપને પગલે મ્યાનમારમાં આજે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી

દેશના મધ્ય ભાગમાં આવેલા શક્તિશાળી ભૂકંપને પગલે મ્યાનમારમાં આજે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત કરતાં મ્યાનમારની રાજ્ય વહીવટી પરિષદના અધ્યક્ષ વરિષ્ઠ જનરલ મિન આંગ હ્લાઇંગે જણાવ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન શોકના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે.
ઉપરાછાપરી આવેલા વિનાશક ભૂકંપથી મ્યાનમારમાં મૃત્યુઆંક બે હજાર 56ને વટાવી ગયો છે અને ત્રણ હજાર 900થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 270 લોકો લાપતા છે. મ્યાનમારના હવામાન અને જળવિજ્ઞાન વિભાગે અહેવાલ આપ્યો છે કે આજે સવાર સુધીમાં 2.8 થી 7.5 ની તીવ્રતા ધરાવતા 36 આફ્ટરશોક આવ્યા છે.
મ્યાનમારમાં રાહત અને બચાવ કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઇ છે. બીજી તરફ થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં 19 લોકો માર્યા ગયા છે અને 33 ઘાયલ થયા છે. થાઇલેંડમાં કાટમાળ નીચે દબાયેલા 75થી વધુ લોકોને બચાવવાની કામગીરી તંત્ર દ્વારા કરાઇ રહી છે.