ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 22, 2025 8:20 એ એમ (AM)

printer

દેશના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન-ગગનયાનનું પ્રથમ પરીક્ષણ ઉડાન ડિસેમ્બરમાં થશે

ભારતના પ્રથમ માનવયુક્ત અવકાશ મિશન-ગગનયાનનું પ્રથમ પરીક્ષણ ઉડાન આ વર્ષે ડિસેમ્બરમાં થશે. ઇસરોના અધ્યક્ષ વી. નારાયણને ગઈકાલે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ગગનયાનના 80 ટકા એટલે કે લગભગ સાત હજાર સાતસો પરીક્ષણો પૂર્ણ થઈ ગયા છે. બાકીના બે હજાર ત્રણસો પરીક્ષણો આવતા વર્ષે માર્ચ સુધીમાં પૂર્ણ થશે.ઇસરોની અન્ય સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા શ્રી નારાયણને કહ્યું કે આ વર્ષે અત્યાર સુધીમાં ગ્લેક્સ 2025 અને ઉચ્ચ દબાણ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ સહિત 196 સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. તેમણે કહ્યું કે અમેરિકાના સાડા છ હજાર કિલોગ્રામના સંચાર ઉપગ્રહને ભારતીય પ્રક્ષેપણ સ્થળ પરથી લોન્ચ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ વર્ષે આદિત્ય L-1 ઉપગ્રહથી વૈજ્ઞાનિકોને 13 ટેરાબીટ ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.