ભારતીય હવામાન વિભાગે દેશના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિ ભારે વરસાદને લઇને રેડ એલર્ટની ચેતવણી જાહેર કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર.કે. જેનામાનીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને ગુજરાતમાં તોફાની પવન અને વીજળી સાથે વાવાઝોડાની સંભાવના છે. તેમણે ઉમેર્યું કે, દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં ગઈકાલે ભારે ઘટાડો થયો છે.ડૉ. જેનામાનીએ ઉમેર્યું કે, ભારતના કોઈપણ ભાગમાં ચોમાસામાં કોઈ પ્રગતિ થઈ નથી પરંતુ કોંકણ, ગોવા અને દરિયાકાંઠાના કર્ણાટકમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમણે કહ્યું કે મોટાભાગના શહેરોમાં ગઈકાલે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું.
Site Admin | જૂન 16, 2025 9:39 એ એમ (AM)
દેશના પશ્ચિમ કિનારા પર ભારેથી અતિ ભારે વરસાદને લઇને રેડ એલર્ટ