દેશના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન સેવાઓ પર અસર પડી છે. લગભગ 20 ટ્રેનો ચાર કલાકથી વધુ મોડી ચાલી રહી છે. રેલવેએ મુસાફરોને સ્ટેશન પર જતા પહેલા ટ્રેનની વર્તમાન સ્થિતિ તપાસવાની સલાહ આપી છે.
ભારતીય હવામાન વિભાગે સમગ્ર પ્રદેશમાં ગાઢ ધુમ્મસ અને શીત લહેર જેવી સ્થિતિની ચેતવણી આપી છે. આજે સવારે ગાઢ ધુમ્મસને કારણે ઉત્તર ભારતના મોટા ભાગોમાં ફ્લાઇટ અને રેલ સેવાઓ ખોરવાઈ ગઈ હતી
પ્રતિકૂળ હવામાનની અસર થી સ્પાઇસજેટ, એર ઇન્ડિયા અને ઇન્ડિગો સહિત અનેક એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે સંભવિત વિલંબ અંગે ચેતવણી આપવામાં આવી હતી. એરલાઇન્સ અને રેલ્વે સત્તાવાળાઓ બંનેએ મુસાફરોને સ્ટેશનો અથવા એરપોર્ટ પર જતા પહેલા તેમની ફ્લાઇટ્સ અને ટ્રેનોની સ્થિતિ તપાસવા વિનંતી કરી હતી.
Site Admin | ડિસેમ્બર 28, 2025 3:11 પી એમ(PM)
દેશના ઘણા ભાગોમાં ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન સેવાઓ પર અસર પડી…