દેશના ખેત ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ થતાં કૃષિ નિકાસમાં અભૂતપૂર્વ વિસ્તરણ જોવા મળી રહ્યું છે. દેશની કૃષિ નિકાસ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન ભારતે પ્રીમિયમ સાંગોલા અને ભગવા દાડમની પ્રથમ વાર ઓસ્ટ્રેલિયામાં સફળતાપૂર્વક નિકાસ કરી છે. આ જ રીતે ડ્રેગન ફ્રૂટની લંડન અને બહેરીનમાં નિકાસ કરવામાં આવી હતી.
ભારતની ચોખાની નિકાસ ક્ષમતાને મોટાપાયે પ્રોત્સાહન આપતા લાલ ચોખા અમેરિકા મોકલવામાં આવ્યા હતા. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, પરંપરાગત મુખ્ય ઉત્પાદનોની નિકાસ ભારતીય ખેડૂત માટે નવી તક ઊભી કરીને આત્મનિર્ભર ભારત માટેના સરકારના વિઝનને પ્રકાશિત કરે છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 2:46 પી એમ(PM) | ખેત ઉત્પાદનો
દેશના ખેત ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ થતાં કૃષિ નિકાસમાં અભૂતપૂર્વ વિસ્તરણ જોવા મળી રહ્યું છે
