કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે દેશના એઆઈ- કૃત્રિમ બુદ્ધિમતા મિશનમાં સંતોષકારક પ્રગતિ થઈ છે અને તે વિવિધ ક્ષેત્રોમાં સુવિધાઓની ઉપલબ્ધતાને સક્ષમ બનાવશે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં તેને બહાર પાડવામાં આવશે. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 માટે લોગોનું વિમોચન કરતા તેમણે કહ્યું કે તેનું માળખું વિકસાવવા માટે 3,000 થી વધુ પરામર્શ યોજવામાં આવ્યા છે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે ભારતમાં હાલમાં 38,000 થી વધુ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ (GPU) છે, અને નજીકના ભવિષ્યમાં આ સંખ્યા વધશે. તેમણે જણાવ્યું હતું કે 500 થી વધુ ડેટા અને એઆઈ લેબ્સના વિસ્તરણથી એઆઈ અને ઇલેક્ટ્રોનિક્સમાં સમાવિષ્ટ વિકાસ, વ્યાપક ટેકનોલોજી અને વૈશ્વિક નેતૃત્વ શક્ય બનશે. તેમણે જણાવ્યું હતું કે ભારત આવતા વર્ષે એઆઈ ઇમ્પેક્ટ સમિટનું આયોજન કરશે.
Site Admin | સપ્ટેમ્બર 19, 2025 9:09 એ એમ (AM)
દેશના એઆઈ-કૃત્રિમ બુદ્ધિમતા મિશનમાં સંતોષકારક પ્રગતિ થઈ છે અને તે વિવિધ ક્ષેત્રોમાં સુવિધાઓની ઉપલબ્ધતાને સક્ષમ બનાવશે
