દેશના અવકાશ ક્ષેત્રે સાયબર સ્થિતિ-સ્થાપકતા વધારવા વૈજ્ઞાનિકો અને ઇજનેરો માટે અમદાવાદમાં વિશેષ સાયબર સુરક્ષા રહેણાક તાલીમ કાર્યક્રમ યોજાયો. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ઇસરો, DOS, N.S.C.S. અને S.I.T.A.I.C.S.ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં ઇસરો અને D.O.S.ના વૈજ્ઞાનિકો અને ઇજનેરો ઉપસ્થિત રહ્યા. દરમિયાન સહભાગીઓને ઉભરતા સાયબર જોખમ સામે સંસ્થાના ડિજિટલ માળખાને સુરક્ષિત રાખવા અદ્યતન ક્ષમતાઓ અને આવશ્યક માહિતી અપાઈ.
કાર્યક્રમમાં એક ઉચ્ચ-સ્તરીય પરસ્પર ચર્ચાના સત્રનું પણ આયોજન કરાયું. તેમાં ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વિ. નારાયણન સહિતના મહાનુભાવોએ સાયબર સુરક્ષા, ક્વૉન્ટમ કમ્યુનિકેશનના વિકસતા પ્રકૃતિચિત્ર અને અવકાશ ટૅક્નોલૉજી તથા રાષ્ટ્રીય વિકાસ માટે તેની વ્યૂહાત્મક સુસંગતતા પર પોતાના વિચાર રજૂ કર્યા.
Site Admin | સપ્ટેમ્બર 2, 2025 3:05 પી એમ(PM)
દેશના અવકાશ ક્ષેત્રે સાયબર સ્થિતિ-સ્થાપકતા વધારવા વૈજ્ઞાનિકો અને ઇજનેરો માટે અમદાવાદમાં વિશેષ સાયબર સુરક્ષા રહેણાક તાલીમ કાર્યક્રમ યોજાયો.