દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની આજે પુણ્યતિથિ છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓએ દિલ્હીના શક્તિ સ્થળ પર ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. જ્યારે ઈન્દિરા ગાંધી સ્મારક પર એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો.
કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પણ ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં સોશિયલ મીડિયાના એક સંદેશમાં લખ્યું કે, ઈન્દિરા ગાંધીએ દેશની એકતા અને અખંડિતતાને જાળવી રાખવા તેમજ મજબૂત અને પ્રગતિશીલ ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
Site Admin | ઓક્ટોબર 31, 2024 2:08 પી એમ(PM) | પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી
દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની આજે પુણ્યતિથિ છે
