શ્રી કૃષ્ણના સ્વધામ ગમન સ્થાન ગોલોકધામ ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને શાસ્ત્રસિદ્ધ વિધિ મુજબ તુલસી માતા તથા ભગવાન વિષ્ણુના દૈવિક વિવાહ અને પૂજન કરાયા હતા.તુલસી માતાની પૂજન વિધિ, મંગલગીતો, શંખધ્વનિ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિષ્ણુ ભગવાન સાથે તુલસીના પવિત્ર વિવાહનો સંભારંભ અત્યંત ભાવભીનાં માહોલમાં યોજાયો હતો.ગોલોકધામ ખાતે તુલસી વિવાહ પ્રસંગે ભક્તિગીતો, આરતી અને મંત્રોચ્ચાર સાથે ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું.
Site Admin | નવેમ્બર 3, 2025 10:13 એ એમ (AM)
દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ગઇકાલે સોમનાથ સહિત રાજ્યભરના મંદિરોમાં તુલસી વિવાહ યોજાયો