વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ જેવી બર્બર ઘટનાઓ ન બનવી જોઈએ. આવી ઘટનાઓ વિશ્વભરના ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે.
થાઇલેન્ડ-કંબોડિયા સરહદ વિવાદ વિસ્તારમાં હિન્દુ દેવતાઓની મૂર્તિઓની તોડફોડ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે આ પ્રદેશના લોકો હિન્દુ અને બૌદ્ધ દેવતાઓને એક સહિયારી સભ્યતા વારસા તરીકે પૂજે છે. તેમણે બંને પક્ષોને સંવાદ અને રાજદ્વારી પ્રયાસો દ્વારા શાંતિ પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી.
Site Admin | ડિસેમ્બર 25, 2025 9:32 એ એમ (AM)
દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ જેવી બર્બર ઘટનાઓ ન બનવી જોઈએ-વિદેશ મંત્રાલય