દેવભૂમિદ્વારકા સહિત રાજ્યભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દ્વારકામાં તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે છપ્પન સિડી સ્વર્ગદ્વારથી પ્રવેશ અને મોક્ષદ્વારથી નિકાસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ જગતમંદિરના પટાંગણમાં પણ વિશાળ મંડપ બનાવાયો છે. સમગ્ર મંદિરને કલાત્મક રોશનીથી શણગારવાનું કામ પણ ચાલી રહ્યું હોવાનું દ્વારકાધીશ જગત મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું.
Site Admin | ઓગસ્ટ 14, 2025 9:39 એ એમ (AM)
દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યભરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ પૂરજોશમાં