દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં છેલ્લા ચાર દિવસથી મહેસુસ થઈ રહેલા ભૂકંપના આંચકા બાબતે જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે ભાણવડ પંથકની અંદાજે 15 કી.મી. ની ત્રિજ્યામાં ભૂકંપના હળવા આંચકા છેલ્લા ચાર દિવસથી મહેસુસ થઈ રહ્યા છે. જિલ્લા કલેકટરે જણાવ્યું કે લોકોએ આ બાબતે પેનિક થવાની કોઈ જરૂરત નથી. ચોમાસાની ઋતુ દરમિયાન છેલ્લા 10 વર્ષથી અવાર નવાર સામાન્ય ભૂકંપના આંચકા મહેસુસ થાય છે. જો ભૂકંપનો આંચકો તીવ્ર હોય અને વધુ સમય સુધી ચાલે તો લોકોએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડ પાલન કરવું જોઇએ..
Site Admin | સપ્ટેમ્બર 13, 2025 4:15 પી એમ(PM)
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ પંથકમાં છેલ્લા ચાર દિવસથી ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે
