દેવભૂમિ દ્વારકામાં નવા વર્ષની શુભ શરૂઆત કરવા માટે આજે ભક્તોની અવિરત ભીડ ઉમટી રહી છે. નવા વર્ષનો આરંભ ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી કરવાની સદીઓ જૂની પરંપરા અનુસાર દેશ-વિદેશમાંથી ભક્તો દ્વારકા ધામે આવી પહોંચ્યા છે. સવારથી જ દ્વારકાધીશના જગત મંદિરે ભાવિકોની ભીડ જોવા મળી રહી છે.
આજે બેસતા વર્ષે એટલે કે નવા વર્ષના દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટને સોનાનું દાન મળ્યું. એક ભક્ત દ્વારા અંદાજે 13 લાખ રૂપિયાની કિંમતનું અંબાજી મંદિર ટ્રસ્ટને 100 ગ્રામ સોનાનું દાન કર્યું.
આ ઉપરાંત સોમનાથ, સાળંગપુર હનુમાન મંદિર, શામળાજી મંદિર, વગેરે તીર્થસ્થાનોએ પણ નવા વર્ષ નિમિત્તે શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કર્યા હતા.
Site Admin | ઓક્ટોબર 22, 2025 3:34 પી એમ(PM)
દેવભૂમિ દ્વારકામાં નવા વર્ષની શુભ શરૂઆત કરવા માટે આજે ભક્તોની અવિરત ભીડ ઉમટી….