દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયા ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓની કાર્યશાળા યોજાઇ. આ પ્રસંગે શ્રી વિશ્વકર્માએ વિવિધ મંડળીઓના પ્રમુખ તથા મંત્રીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું, ગ્રામીણ અર્થતંત્રને વધુ સશક્ત બનાવવામાં સહકારી ક્ષેત્રનું યોગદાન અમૂલ્ય રહેશે. તેમણે ઉમેર્યું ત્રિભુવન વિશ્વવિદ્યલયની સ્થાપના થકી સહકારી ક્ષેત્રમાં રોજગારી ઇચ્છુક યુવાનો માટે નવી તકનું નિર્માણ થયું છે.આ કાર્યશાળામાં વિવિધ સહકારી મંડળીઓ દ્વારા કામગીરીની રજૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા પણ ઉપસ્થિતિ રહ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 20, 2025 3:52 પી એમ(PM)
દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયા ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકારી સંસ્થાઓની કાર્યશાળા યોજાઇ.