દેવભૂમિ-દ્વારકામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ કહ્યું, પકડાયેલો આ વિદેશી નાગરિક ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં રહેતો હતો. બે વર્ષ પહેલા તેના સ્ટૂડન્ટ વિઝા પૂરો થયો હોવા છતાં તે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતો હોવાની માહિતી મળતાં પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગૃપ – SOG-એ તપાસ હાથ ધરી. એક શાળાનાં સંચાલક આ વિદેશી નાગરિકને મદદ કરતા હોવાનું પણ તપાસમાં ખૂલતા બંને સામે ફૉરેનર્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો.
Site Admin | નવેમ્બર 18, 2025 3:25 પી એમ(PM)
દેવભૂમિ-દ્વારકામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી