નવેમ્બર 26, 2025 8:02 પી એમ(PM)

printer

દેવભૂમિદ્વારકાના ઓખા અને કાનાલુસ ડબલિંગ રેલવેલાઈને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળે આજે અંદાજે બે હજાર 781 કરોડ રૂપિયાની રેલવેની બે પરિયોજનાને મંજૂરી આપી છે.મંત્રીમંડળની બેઠક અંગે વિગત આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, 141 કિલોમીટરની દેવભૂમિદ્વારકાના ઓખા અને કાનાલુસ ડબલિંગ રેલવે લાઈન માટે એક હજાર 457 કરોડ રૂપિયાને મંજૂરી અપાઈ છે. આ ડબલિંગથી દ્વારકાધીશ મંદિરને સરળ જોડાણ મળશે.બંને પરિયોજના મહારાષ્ટ્ર અને રાજ્યના ચાર જિલ્લાને આવરી લેશે અને તેનાથી રેલવેના વર્તમાન જોડાણમાં 224 કિલોમીટરનો વધારો થશે. આ બહુવિધ પરિયોજના 585 જેટલા ગામના જોડાણમાં પણ વધારો કરશે.