અમદાવાદમાં થયેલા જીવલેણ વિમાન દુર્ઘટનાની તપાસ ચાલુ છે, ફોરેન્સિક નિષ્ણાતો આજે ક્રેશ સ્થળની મુલાકાત લઈને વિગતવાર તપાસ કરી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થળ પરથી એક બ્લેક બોક્સ મળી આવ્યું છે. તપાસકર્તાઓએ સ્થળ પરથી ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર પણ મેળવ્યું છે. અગાઉ, ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ સ્થળ પરથી ડિજિટલ વોઇસ રેકોર્ડર મેળવ્યું હતું.
Site Admin | જૂન 13, 2025 7:31 પી એમ(PM) | વિમાન
દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળી આવતા સાચું કારણ જાણવાનું સરળ બનશે
